પાટણની ઐતિહાસિક ભવ્યતા અને ધાર્મિક ભાવનાથી પધારતા જૈનોને રહેવા ઉતરવા માટે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ, સમાજના પરિવારોને સગવડતાઓ મળી રહે એ માટે પાટણના મારફતિયા મહેતાના પાડાના શેઠ શ્રી પ્રમોદકુમાર કેશવલાલ શાહના સ્મરણાથર્ે સદ્ગતશ્રી કેશવલાલ જેશંગલાલ શાહના કુટુંબીજનોની પ્રેરણાદાયી ભાવનાથી અને વખારના પાડાના સદ્ગત શ્રીમતી મણીબેન ખીમચંદ નાગરદાસ ધર્મશાળાની ભેટ મળેલ પ્રોપર્ટી પર સમાજના દાતાઓની ઉદાર સખાવત અને સહકારથી, શ્રી પાટણ જૈન મંડળે પીપળાશેરમાં અદ્યતન અતિથિગૃહનું ૧૯ સેલ્ફ કંટેન્ટ બ્લોકની સગવડતા સાથે નિર્માણ કરેલ. જેને ૩૫ વર્ષ જેટલો સમય થતાં અત્યારની બદલાતી જતી જીવનશૈલી અને રહેણીકરણી મુજબ વધુ સગવડતાઓ અને સુવિધાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અતિથિગૃહ નૂતનીકરણ યોજના હાથ ધરાયેલ.
નૂતનીકરણ અંગેના વિશાળ ખર્ચને પહોંચી વળવા સંસ્થા તરફથી કરવામાં આવેલ વિજ્ઞિપ્તને સમાજના દાતાઓ નો ઉત્કૃષ્ટ પ્રતિસાદ સાંપડતાં અદ્યતન સગવડતાઓ સાથેનું આરામદાયક, ગ્રાઉન્ડ ફ્લોર થી ત્રીજા માળ પર્યન્તના દરેક બ્લોકમાં ટેલીવીઝન, ગીઝર તથા ફર્નિચર, વોટરકુલર, ઇંગ્લિશ ટોયલેટ, બાથરૂમ વિગેરે સીસીટીવી કેમેરા સહીતની અદ્યતન સુવિધાઓ સાથેનું અતિથિગૃહ સંપૂર્ણ સજ્જ થઈ ગયેલ છે. આ ઉપરાંત કેટલાક બ્લોકોમાં એરકંડીશનની પણ સગવડતા કરવામાં આવેલ છે. આધુનિક લિફ્ટ પણ બેસાડવામાં આવેલ છે.
બ્લોકોના નૂતનીકરણ સાથે કાર્યાલય પણ નવેસરથી તૈયાર કરવામાં આવેલ છે. અતિથિગૃહ નૂતનીકરણમાં સહભાગી થનાર દાતાઓનું અભિવાદન કરવા અતિથિગૃહની અત્યાધુનિક ઓફિસનું ઉદઘાટન અને દાતાઓના તૈલચિત્ર અનાવરણનો કાર્યક્રમ તા. ૧૭-૧૨-૨૦૧૬ દિને દાતાઓ તથા હોદેદારોની હાજરીથી પૂર્ણ થયેલ. અતિથિગૃહના નૂતનીકરણ માટે રૂ. ૧૦ લાખનું દાન આપનાર મુખ્યદાતા પાટણના કનાસાના પાડાના હાલ મુંબઈના રહીશ શ્રીમતી શારદાબેન બાબુભાઈ કાળીદાસ શાહ તથા નીચે મુજબના ૧૯ જેટલા દાતાઓએ ઉદાર દાન આપ્યું છે.