સમાજનાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો તેમજ ગૃહ ઉદ્યોગ દ્વારા વિવિધ રીતે આજીવિકા રળતા સભ્યોની શ્રી પાટણ જૈન મંડળ દ્વારા ``યલો પેજીસ ડિરેક્ટરી’’નું ગઠન થઈ રહ્યું છે. બદલાતી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સમાજના ઉદ્યમીઓ પોતાના ઉદ્યોગ તેમજ ઉદ્યમોમાં વધુ લાભ લઈ શકે તે હેતુથી આ ડિરેક્ટરી બની રહેશે. જેવી રીતે આ ડિજીટલ યુગમાં તમારી વેબસાઈટ એ તમારી પ્રવૃત્તિઓનું વિશાળ વિઝિટિંગ કાર્ડ બન્યું છે તેજ રીતે આ ડિજીટલ ડિરેક્ટરીના અનેક લાભ તેની અંદર વિગત આપનારાઓને થશે.
આ અંકમાં પાના નં ૮ પર પ્રકાશિત ફૉર્મ તા. ૦૫-૦૭-૨૦૧૯ સુધીમાં સંપૂર્ણ વિગતો સહ કુરિયર, પોસ્ટ કે રૂબરૂ મરીનડ્રાઈવ, ગોરેગામ, બોરીવલી કે પાટણ ખાતેના કાર્યાલયોમાં મોકલાવી આપવું. તેમજ મંડળના મુખ્ય કાર્યાલયમાં ઈમેલ તથા ઓનલાઈન દ્વારા ફૉર્મ ભરી મોકલી આપવા.
``યલો પેજીસ’’ના માધ્યમ દ્વારા આપણા સમાજનાં વ્યાપારીઓ, વ્યવસાયિઓ તેમજ ઉદ્યમીઓ આપણા જ સમાજનાં વપરાશકારો (Consumer), ડિલરો અને ડિસ્ટ્રિબ્યુટરોને પુરક થઈ પડશે. સમાજનાં જાગૃત સભ્ય તરીકે આ ``યલો પેજીસ’’માં સમાજના દરેક એક્ટીવ સભ્યનું નામ અને પ્રવૃત્તિ પ્રકાશિત થાય તે આપણી ફરજ છે.
સમાજનાં સભ્યોને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધારી આર્થિક શિખરો સર કરવા (યલો પેજીસ)નો બહોળો ઉપયોગ એક પ્રકારે પ્રેરક બળ પૂરું પાડશે.
યલો પેજીસનું ગુગલ ફોર્મ નીચે મુજબની લિન્ક દ્વારા પણ મળી શકશે, જે સંપૂર્ણ વિગતો સહ તા. ૦૫-૦૭-૨૦૧૯ સુધીમાં Online ભરીને મોકલાવવા ખાસ વિનંતી છે.
Online Form : www.patanmandal.org/businessdirectory
ફોર્મની સાથે આપનું વીઝીટીંગ કાર્ડ હોય તો અવશ્ય જોડવું.
આ ડિરેક્ટરીનું વિમોચન તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯માં સંસ્થા દ્વારા શતાબ્દી પર્વ પ્રસંગે યોજાયેલ ``ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ફેર’’ માં કરવામાં આવશે.
યલો પેજીસ ડિરેક્ટરી પ્રકાશન અંગેની સમિતિના સભ્યોની વિગત પાના નં. ૧૫ પર ફોન નંબર તથા ઈમેલ સાથે પ્રકાશિત કરેલ છે.
યલો પેજીસ ડિરેક્ટરી અંગેની વિગતો સ્વૈચ્છિકપણે મેળવી આપવા સહાયક થવા ઉત્સુક સમાજનાં સેવાભાવી ભાઈ બહેનોએ વહેલી તકે સમિતિના કન્વીનરનો સંપર્ક સાધવો.