શ્રી પાટણ જૈન મંડળની શતાબ્દી ઉજવણી દરમ્યાન તા. ૧૫-૦૯-૨૦૧૯ના રોજ NSCI Dom Worli માં ``ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડફેર’’નું આયોજન છે. આપણી સંસ્થાના નેજાહેઠળ છેલ્લા થોડા વષૉમાં ત્રણ ટ્રેડફેર થઈ ગયા. દરેક ટ્રેડફેરના અનુભવે આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજના સૌના Growth (વિકાસ) માટે અસરકારક રીતે વધુ સારુ તેમજ સચોટ કાર્ય કરવાની દ્રષ્ટિ કેળવી છે. સમાજના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ, મેડિકલ કે આર્થિક સહાય આપીએએટલું જ પર્યાપ્ત નથી પણ એમની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા કદમ ઉઠાવવાની જરૂરત જણાય છે. સંસ્થાના કેટલાક બુદ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ ડોનરો તેમજ સક્રિય કાર્યકરો સાથે છેલ્લા થોડા વખતમાં બે મિટીંગ યોજાઈ. વિચાર વિમર્શના અંતે સૌ સહમત થયા કે શૈક્ષણિક ક્ષેત્રે વધુ ધ્યાન આપવાની જરૂર છે, સમાજના સભ્યો ઉચ્ચ શિક્ષણ મેળવેતેમજ સ્પેશિયલાઈઝ કોર્સ કરે તો તેમને જરૂરી બધી મદદ કરવી. આ સિવાય સમાજના સભ્યોની ગૃહઉદ્યોગ, નાના-મોટા ધંધાઓતેમજ નોકરી વિગેરે માહિતી આપતી Yellow Page Book Publish કરવી.
સમાજના જે સભ્યો નોકરી / ધંધા તેમજ સર્વીસ આપતા હોય જેમકે Part Time Accounting, મહેંદી મુકી આપવી, Family Investmentની consultancy તથા અનેક નાના મોટા ગૃહ ઉદ્યોગ Professional activity ની માહિતી અને સંપર્ક કરવા મોબાઈલ નંબર, એડ્રેસ વિગેરે તેમાંથી મળી રહે અને P for P એટલે કે પટ્ટણી ફોર પટ્ટણીની ભાવનાથી આપણા સમાજનાજ લોકોને સમાજની requirement માંથી કામ મળી રહે.
તા. ૧૫-૦૯-૨૦૧૯ના દિવસે યોજાનાર આ ``ઈન્ડસ્ટ્રીયલ- ટ્રેડફેર’’માં અગાઉની જેમ સમાજના દરેક વર્ગના ભિન્ન - ભિન્ન વ્યવસાય કરતા સભ્યો ભાગ લેશેજ. તદ્ઉપરાંત આ વખતે સમાજના નાના મોટા ઉદ્યોગપતિઓને તેમજ Enterpreneurs ને પણ આવરી લેવાનું આયોજન છે. તેમના ઉદ્યોગોમાં જરૂરી નાની-મોટી વસ્તુઓ તેમજ સર્વીસીઝ આપણા સમાજનાજ સભ્યો Provide કરી શકતા હોય તો એમને પ્રથમ લાભ આપી ધંધો વિકસાવી શકાય.
સમાજનાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો તેમજ ગૃહ ઉદ્યોગ દ્વારા વિવિધ રીતે આજીવિકા રળતા સભ્યોની શ્રી પાટણ જૈન મંડળ દ્વારા ``યલો પેજીસ ડિરેક્ટરી’’નું ગઠન થઈ રહ્યું છે. બદલાતી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સમાજના ઉદ્યમીઓ પોતાના ઉદ્યોગ તેમજ ઉદ્યમોમાં વધુ લાભ લઈ શકે તે હેતુથી આ ડિરેક્ટરી બની રહેશે. જેવી રીતે આ ડિજીટલ યુગમાં તમારી વેબસાઈટ એ તમારી પ્રવૃત્તિઓનું વિશાળ વિઝિટિંગ કાર્ડ બન્યું છે તેજ રીતે આ ડિજીટલ ડિરેક્ટરીના અનેક લાભ તેની અંદર વિગત આપનારાઓને થશે.
MAY-2019 અંકમાં પાના નં ૮ પર પ્રકાશિત ફૉર્મ તા. ૦૫-૦૭-૨૦૧૯ સુધીમાં સંપૂર્ણ વિગતો સહ કુરિયર, પોસ્ટ કે રૂબરૂ મરીનડ્રાઈવ, ગોરેગામ, બોરીવલી કે પાટણ ખાતેના કાર્યાલયોમાં મોકલાવી આપવું. તેમજ મંડળના મુખ્ય કાર્યાલયમાં ઈમેલ તથા ઓનલાઈન દ્વારા ફૉર્મ ભરી મોકલી આપવા.
``યલો પેજીસ’’ના માધ્યમ દ્વારા આપણા સમાજનાં વ્યાપારીઓ, વ્યવસાયિઓ તેમજ ઉદ્યમીઓ આપણા જ સમાજનાં વપરાશકારો (Consumer), ડિલરો અને ડિસ્ટ્રિબ્યુટરોને પુરક થઈ પડશે. સમાજનાં જાગૃત સભ્ય તરીકે આ ``યલો પેજીસ’’માં સમાજના દરેક એક્ટીવ સભ્યનું નામ અને પ્રવૃત્તિ પ્રકાશિત થાય તે આપણી ફરજ છે.
સમાજનાં સભ્યોને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધારી આર્થિક શિખરો સર કરવા (યલો પેજીસ)નો બહોળો ઉપયોગ એક પ્રકારે પ્રેરક બળ પૂરું પાડશે.
યલો પેજીસનું ગુગલ ફોર્મ નીચે મુજબની લિન્ક દ્વારા પણ મળી શકશે, જે સંપૂર્ણ વિગતો સહ તા. ૦૫-૦૭-૨૦૧૯ સુધીમાં Online ભરીને મોકલાવવા ખાસ વિનંતી છે.
Online Form : www.patanmandal.org/businessdirectory
ફોર્મની સાથે આપનું વીઝીટીંગ કાર્ડ હોય તો અવશ્ય જોડવું.
આ ડિરેક્ટરીનું વિમોચન તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૯માં સંસ્થા દ્વારા શતાબ્દી પર્વ પ્રસંગે યોજાયેલ ``ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ફેર’’ માં કરવામાં આવશે.
યલો પેજીસ ડિરેક્ટરી પ્રકાશન અંગેની સમિતિના સભ્યોની વિગત પાના નં. ૧૫ પર ફોન નંબર તથા ઈમેલ સાથે પ્રકાશિત કરેલ છે.
યલો પેજીસ ડિરેક્ટરી અંગેની વિગતો સ્વૈચ્છિકપણે મેળવી આપવા સહાયક થવા ઉત્સુક સમાજનાં સેવાભાવી ભાઈ બહેનોએ વહેલી તકે સમિતિના કન્વીનરનો સંપર્ક સાધવો.